બાળક બે પિલરની વચ્ચે ફસાયો હતો, જેક અને સ્ક્રૂ-ડ્રાઈવરથી દિલધડક રેસ્ક્યુ કર્યુ

DivyaBhaskar 2019-06-02

Views 3K

ચીનમાં આવેલા દતાંગ શહેરની ઝિંગુઆંગ સ્કૂલમાં સાત વર્ષનો વિદ્યાર્થી રમતાં રમતાં બે પિલરની વચ્ચે ફસાઈ ગયો ભારે મથામણ બાદ પણ તે તેનું માથું બહાર નીકાળી ના શકતાં તત્કાળ જ ફાયરની ટીમને રેસ્ક્યુ માટે બોલાવવામાં આવી હતી તેની દયનીય હાલત જોઈને ફાયરમેન પણ કામે લાગ્યા હતા બે પિલરની વચ્ચે કાર જેક અને સ્ક્રુ ડ્રાઇવર લગાવીને જગ્યા કરવા લાગ્યા હતા ભારે જહેમત બાદ તેઓ બે પિલર વચ્ચેથી તેનું માથું નીકળે તેટલી સ્પેસ કરવામાં સફળ રહ્યા હતા બાળકના રેસ્ક્યુનો 28 સેકન્ડનો આ વીડિયો પણ વાઈરલ થયો હતો જે જોઈને યૂઝર્સે પણ ફાયરબ્રિગેડની ટીમના વખાણ કર્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS