કેમરા, ક્રિકેટ અને કિસ્સામાં આજે વાત કરીશું વર્લ્ડ કપ 2011ની ફાઈનલની ટીમ ધોનીએ આ વર્લ્ડ કપ જીતીને દેશને ખિતાબ અપાવ્યો હતો પણ શું તમે જાણો છો કે આ મેચ માટે બે વાર ટોસ ઊછાળવામાં આવ્યો હતો?
ખરેખર તો 2 એપ્રિલ 2011ના દિવસે ભારતીય ટીમ ઈતિહાસ રચવાની હતી ફાઈનલ ખિતાબ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને શ્રીલંકાના કેપ્ટન કુમાર સંગાકારા ટોસ માટે મેદાન પર પહોંચ્યા ધોનીએ ટોસ માટે સિક્કો ઊછાળ્યો શ્રીલંકાના કેપ્ટને સિક્કો હવામાં હતો ત્યારે કંઈક કહ્યું સિક્કો જમીન પર પડ્યો, પરંતુ ટોસ કોણ જીત્યું તે વિશે કંઈ પરિણામ ન આવ્યું આવું એટલા માટે થયું કેમ કે કુમાર સંગાકારાએ હેડ્સ માંગ્યો કે ટેલ્સ તેની ખબર જ નહોતી પડી બંને કેપ્ટન વચ્ચે કન્ફ્યૂઝન થઈ ગયું, પછી ધોની અને સંગાકારા વચ્ચે કંઈક વાતચીત થઈ ત્યારબાદ મેચ રેફરી જેફ ક્રો એ બીજી વખત ટોસ કરાવાવાનો નિર્ણય લીધો
જ્યારે બીજી વખત ટોસ ઊછાળ્યો તો કુમાર સંગાકારાએ હેડ કહ્યું અને શ્રીલંકા ટોસ જીતી ગયું શ્રીલંકાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો ત્યારબાદ તો સૌને ખબર જ છે કે શું થયું હતુ? શ્રીલંકાએ 6 વિકેટે 276 રનનો લક્ષ્યાંક રાખ્યો જે ભારતે ધોનીની સિક્સ સાથે 4 વિકેટે પૂરો કર્યો ભારતે વર્લડ કપ જીતી લીધો