કેમરા, ક્રિકેટ અને કિસ્સામાં આજે વાત કરીશું સુનિલ ગાવસ્કરની એકમાત્ર વન-ડે સેન્ચ્યુરી વિશે,, કદાચ એ દિવસે ગાવસ્કરે નક્કી કરી લીધું હતુ કે સદી કર્યા વગર તેઓ રિટાયર નહીં જ થાય
આ વાત છે 31 ઓક્ટોબર, 1987નીનાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની અંતિમ લીગ મેચ રમાઈ રહી હતી ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો નિર્ધારિત 50 ઓવરમાં ન્યૂઝીલેન્ડે 9 વિકેટે 221 રન બનાવ્યા જવાબમાં ટીમ ઈન્ડિયા તરફથી ઓપનીંગ કરવા માટે કૃષ્ણમાચારી શ્રીકાંત અને ટેસ્ટ ક્રિકેટમાં શતકોના શહેનશાહ મનાતાં લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કર ઉતર્યા બંન્નેએ આક્રમક બેટિંગ કરી શ્રીકાંત 75 રન બનાવીને રદરફોર્ડને કેચ આપી બેઠા શ્રીકાંતે તેની ઈનીંગમાં 58 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા ત્યારબાદ ગાવસ્કર સાથે મોહમ્મદ અઝહરુદ્દીને હિસ્સેદારી કરી બંન્નેએ 321 ઓવરમાં જ લક્ષ્ય વીંધતા 224 રન કરીને ભારતને જીત હાંસલ કરાવી ગાવસ્કરે 88 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી નોટ આઉટ 103 રન બનાવ્યા આ મેચમાં ગાવસ્કરે માત્ર 85 બોલમાં સદી ફટકારી હતી, જે તે સમયે વન ડે ક્રિકેટમાં કોઈપણ ભારતીય દ્વારા બનાવેલ સૌથી ઝડપી સદી હતી
ટેસ્ટમાં શતકના બાદશાહ કહેવાતાં ગાવસ્કરે ટેસ્ટમાં 34 સદી ફટકારી હતી ત્યારબાદ ભારત સેમિફાઈનલ રમ્યું હતુ જેમાં હારવાથી ભારત વર્લ્ડ કપની બહાર થઈ ગયું હતુ ત્યાર બાદ સુનિલ ગાવસ્કરે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો