લોકસભા ચૂંટણીનું પાંચમા ચરણનું 51 સીટ પર મતદાન થઈ રહ્યુ છે ત્યારે આ ચરણમાં અમેઠી અને રાયબરેલી સીટ પર તમામની નજર છે કારણકે આ વખતે પણ રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે કાંટાની ટક્કર છેઆ વચ્ચે બૂથ કેપ્ચરિંગની ઘણી ઘટનાઓ સામે આવી છે બીજેપીએ એક વીડિયો થકી કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે એક વૃદ્ધ મહિલાને કોંગ્રેસે પરાણે પંજા પર વૉટ અપાવ્યો છે તે કમળને મત આપવા માગતી હતી પણ તેનો હાથ પંજાના બટન પર પરાણે પ્રેસ કરાવાયો હતો આ વીડિયો અમેઠીના બીજેપી આઇટી સેલના સંયોજકે શેર કર્યો છે