RTE હેઠળ પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓના વાલીઓએ ડીઇઓ કચેરીએ હોબાળો મચાવ્યો

DivyaBhaskar 2019-06-10

Views 372

વડોદરા: છેલ્લા દોઢ માસના ઉનાળુ વેકેશન બાદ આજથી મોટા ભાગની સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં કેમ્પસો વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યા હતા તો બીજી બાજુ આરટીઇ હેઠળ પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થી વાલીઓએ ડીઇઓ કચેરીમાં ધસી જઇ હોબાળો મચાવ્યો હતો દોઢ માસ બાદ શાળાએ ગયેલા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તો બીજી બાજુ જે બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) હેઠળ શાળાઓમાં પ્રવેશ મળ્યો નથી તેવા વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી શૈક્ષણિક સત્ર ચાલુ થઇ ગયું હોવા છતાં શાળાઓમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ આજે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ધસી ગયા હતા અને બાળકોને પ્રવેશ આપો તેવા સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS