અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંભવિત વાયુ વાવાઝોડાની શક્યતા ને પગલે રાજ્ય મંત્રી મંડળની કેબીનેટ બેઠક મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે રાજ્યના મંત્રીઓ જિલ્લાઓમાં પહોંચીને તંત્રનું માર્ગદર્શન કરી શકે તે હેતુથી કેબિનેટ મુલત્વી રાખવામાં આવી છે આવતીકાલે ગાંધીનગરમાં યોજાનારી રાજ્યના સાંસદોની બેઠક પણ મુલત્વી રાખવામાં આવી છે