સુરતઃસરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22ના મોત નીપજ્યાં હતાં 24મી મેના રોજ સર્જાયેલી દુર્ઘટનામાં માસૂમોને બચાવી ચોથા માળેથી કુદલો લગાવનાર જતીન નાકરાણીની હાલ મહાવીર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીના પિતાને તબીબોએ સોમવારે સાંજે કહેલું કે, ઘરે લઈ જઈ સારવાર કરાવો ક્યાં સુધી સરકારી યોજનાનો લાભ લેશો જેનાથી તેના દર્દીના પિતા દુઃખી થયા હતાં આ ઘટનાને પગલે સામાજિક સંસ્થાના અગ્રણીઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તબીબોએ કહેલું કે સમજણ ફરક થયો છે અમે દર્દીને ઘરના માહોલમાં વહેલી રિકવરી આવવાનું કહ્યું હતું