વડોદરાઃકોમર્શિયલ પાસિંગ કરવાની આરટીઓ દ્વારા પાડવામાં આવેલી ફરજના વિરોધમાં સ્કૂલવાન-સ્કૂલ ઓટો એસોસિએશન દ્વારા આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરી જતાં આજે શહેર પોલીસ તંત્ર દ્વારા 250 બાળકોને પોલીસ વ્હિકલોમાં સ્કૂલે પહોંચતા કરવામાં આવ્યા હતા આ સાથે વાલીઓને પોતાના બાળકોને સ્કૂલ મુકવા અને લેવા જવાની ફરજ પડી હતીસ્કૂલવાન-સ્કૂલ ઓટોના ચાલકોની હડતાળને પગલે શહેર ટ્રાફિક પોલીસ બાળકોને મૂકવા જવા માટે વાલીઓની મદદે આવ્યું હતું એસીપી ટ્રાફિકે જણાવ્યું હતું કે, શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા બાળકોને મૂકવા જવા માટે 52 ટીમો બનાવી 46 મોટર સાઇકલ, 21 પીસીઆર વાન અને 9 સરકારી બોલેરો વાન દ્વારા વિવિધ વિસ્તારોમાંથી 250 વિદ્યાર્થીઓને તેઓની સ્કૂલોમાં સલામત પહોંચાડવામાં આવ્યા હતા