રાજકોટ:જેતપુરમાં દિવસેને દિવસે આખલાઓનો આતંક વધી રહ્યો છે ત્યારે શહેરના જૂના પાંચ પીપળા રોડ રેલવે સ્ટેશન વિસ્તારમાં એક આખલો ભૂરાયો થયો હતો અને 2 રાહદારીઓનો અડફેટે લીધા હતા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી સમગ્ર ઘટનામાં આખલાના હુમલાનો ભોગ બનેલા બંન્ને રાહદારીઓને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા તો બીજી તરફ આ વિસ્તારના લોકોને ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બની ગયું છે તેમ છતાં જેતપુર નવાગઢ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને શહેરીજનોમાં રોષ વ્યાપી ગયો છે