રાજકોટ:સ્કૂલ વાનની ઘટના બાદ રાજકોટ સિટી બસનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં વિદ્યાર્થીઓ સિટી બસમાં લટકતા જોવા મળે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-પંચાયત નગર રૂટની સિટી બસનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરતાં જોવા મળી રહ્યાં છે અમદાવાદમાં બનેલી ઘટના બાદ પણ રાજકોટ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જો કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ? તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે મહત્વનું છે કે આ સિટી બસમાં સવારી કરતાં તમામ વિદ્યાર્થીઓ છે