વડોદરા: વડોદરા શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોના ત્રાસને દૂર કરવા માટે પાલિકા દ્વારા ગેરકાયેદે બનેલા ઢોરવાડા દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા 12 જેટલા ઢોરવાડાને પાલિકા દ્વારા આજે સીલ મારવામાં આવ્યા હતા અને 17થી વધુ ગાયને ઢોર ડબ્બામાં પુરવામાં આવી હતી કામગીરી કરવા ગયેલી પાલિકાની ટીમ અને માલધારીઓ વચ્ચે ચકમક પણ ઝરી હતી જોકે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઇ અપ્રિય ઘટના બની ન હતી