રાજકોટ:આજે વિશ્વ યોગ દિવસ છે ત્યારે દેશભરમાં વહેલી સવારે ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો રાજકોટમાં મુખ્ય પાંચ મેદાનોમાં 1 લાખથી વધુ લોકોએ યોગ કર્યા હતા તેમજ શહેરના પાંચ સ્વિમિંગ પુલમાં 800થી વધુ મહિલાઓએ પાણીમાં એક્વા યોગ કર્યા હતા શહેરના રેસકોર્સ મેદાનમાં મંત્રી જયેશ રાદડિયા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મનપા કમિશનર બંછાનીધી પાની અને લોકગાયક કિર્તીદાન ગઢવીએ યોગ કર્યા હતા