ધોલેરા: ધોલેરાથી થોડે દૂરના સ્થળે બનેલી એક ઘટનામાં આજથી 4 દિવસ પૂર્વે એક યુવક રોડ સાઇડના વોકળામાં વહેતું પાણી કેટલું ઊંડું છે તે ચેક કરવા જતાં પાણીમાં તણાઇ ગયો હતો તણાયા પછી એક નાનકડા ટાપુ જેવી જગ્યા પર રહેલી પીલુડીના ઝાડની એક ડાળ હાથમાં આવી જતાં તેને રાતભર આ ડાળી પકડીને રહેવું પડ્યું હતું સવાર પડતાં તેણે રોડ પર આવતા જતા લોકોને બૂમો પાડતાં ધોલેરાના લોકોએ તેનો બચાવ કર્યો હતો