અમદાવાદ:સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે અમદાવાદ, રાજકોટ, અમરેલી, ગોધરા, પંચમહાલ, પાટણ, મહિસાગર, બોટદ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે ભારે બફારા બાદ મેઘ મહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાઓ પણ સામે આવી હતી વરસાદી ઝાપટાથી પાકને ઘણો ફાયદો થવાથી ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા છે