જૌનપુરમાં આવેલા જફરાબાદના હિસામપુર ગામમાં પરણિત પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને મહિલાના પતિ અને અન્ય લોકોએ પકડીને જાહેરમાંજ માર માર્યો હતો પ્રેમીને માર ખાતો જોઈને પ્રેમિકા પણ તેને બચાવવા માટે વચ્ચે પડતાં જ ટોળાએ તેને પણ માર માર્યો હતો ટોળાની આવીતાલિબાની સજાનો વીડિયો જોઈને અન્ય લોકો પણ સહમી ઉઠ્યા હતા મળતી વિગતો પ્રમાણે પ્રેમી-પ્રમિકા બંને શિક્ષક તરીકે ફરજ નિભાવે છેઆ મામલે કોઈએ ફરિયાદ નહોતી કરી પણ પોલીસે વીડિયો વાઈરલ થયા બાદ તપાસ હાથ ધરીને ઘટતું કરવાની બાંહેધરીઆપી હતી સાથે જદોષિતો સામે પગલાં ભરવાની પણ વાત કરી હતી ભીડની આવી તાલિબાની સજાનો વીડિયો જોઈને લોકોમાં પણ હડકંપ મચી ગયો છે