લંડનથી તૂર્કી જઈ રહેલી જેટ-2 એરલાઈન્સની ઈન્ટરનેશનલ ફ્લાઈટે શનિવારે 20 મિનિટમાં જ પાછું ફરવું પડ્યું હતું હકીકતમાં વિમાનમાંનશામાં ધૂત એક મહિલા વિમાનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરીને ચીસાચીસ કરવા લાગી હતી તેને કેબિન ક્રૂએ રોકવાનો પ્રયાસ કર્યો તોમહિલાએ તેમના પર હુમલો કર્યો ત્યાર પછી બીજા ક્રૂ મેમ્બર્સ અને મુસાફરોને પણ ધમકાવવા લાગી તે ગીત ગાઈ રહેલા લોકોને મારવાની પણવાત કરતી હતી આ કારણસર ક્રૂ અને મુસાફરો ડરી ગયા પાયલટને આ સ્થિતિ બેકાબૂ લાગી અને તેને વિમાનનું અપહરણ થવાની શંકા ગઈ આમુદ્દે તેણે એટીસીને સૂચના આપી અને તાત્કાલિક મદદ માંગી સૂચના મળતા જ બ્રિટીશ રોયલ એરફોર્સના બે ફાઈટર જેટ એ વિમાનને ઘેરવાપહોંચી ગયા જોકે, ફાઈટર જેટની કાર્યવાહી પહેલા જ એ મહિલાને કાબૂમાં લઈ લેવાઈ હતીવિમાનેઉતરાણ કરતા જ પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી હતી સસેક્સથી આ ફ્લાઈટને 45 મિનિટમાં જ તૂર્કી પહોંચાડવાની હતી, પરંતુ મુસાફરો આશરે 12 કલાક મોડા પડ્યા