બાર્સેલોનાથી યૂક્રેનની રાજધાની કિવ જતી એક ફ્લાઈટમાં મહિલાએ નશામાં ધૂત થઈને અન્ય મુસાફરોને હેરાન પરેશાન કર્યા હતા નશામાં ધૂતથઈને તેણે એક જ વાતનું રટણ કરે રાખ્યું હતું કે તે ફોરેનર્સની આજુબાજુ પણ બેસવા નથી માગતી બાદમાં તેની આગળની સીટ પર બેઠેલાચાઈનીઝ પેસેન્જર્સની સાથે મારામારી કરી હતી સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે તે આજુબાજુનામુસાફરો સાથે છૂટ્ટા હાથની મારામારી કરતી રહી હતી અન્ય લોકો અને એર હોસ્ટેસે પણ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો જોકે તેમને સફળતાનહોતી મળી રેસિસ્ટ કોમેન્ટ કરીને આ મહિલા લાતો પણ મારવા લાગી હતી મળતી માહિતી મુજબ જેવી ફ્લાઈટ લેન્ડ થઈ કે તરત જ તેનીઅટકાયત કરવામાં આવી હતી જોકે આ મહિલાની કોઈ ઓળખ જાહેર નહોતી થઈ સાથે જ તેના પર ક્યા ક્યા ચાર્જ લગાવવામાં આવ્યા છે તે
પણ બહાર નહોતું આવ્યું