પાકિસ્તાનના ક્વેટાના હ્યૂમન રાઈટ એક્ટિવિસ્ટ એવા અહસાન ઉલ્લાહે ટ્વિટર પર બોમ્બ બ્લાસ્ટનો આ વીડિયો શેર કરીને તેમાં દાવો કરતાં લખ્યું
હતું કે, રાવલપિંડીની મિલિટરી હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે દસ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છેજૈશે-એ-મોહમ્મદ ચીફ મૌલાના મસૂદ
અઝહર પણ અહીં સારવાર માટે દાખલ કરાયો હતો પાકિસ્તાન આર્મીએ અહીં મીડિયા માટે પ્રવેશબંધી કરવાની સાથે જ આ સ્ટોરીનું કવરેજ પણ
નહીં કરવાનું ફરમાન બહાર પાડ્યું છે અહસાન ઉલ્લાહના આ દાવા સાથે જ ટ્વિટર પર હોહા મચી ગઈ હતી કેટલાક યૂઝર્સે પાકિસ્તાનનો ખેલ
ગણાવ્યો હતો જેથી તેઓ અઝહરને દુનિયા સામેથી ગાયબ કરી શકે તો અન્ય યૂઝર્સે તો આ મામલે મોદીને દોષ ના આપતા તેવી પણ કોમેન્ટ કરી
હતી તમને જણાવી દઈએ કે અઝહર મસૂદ પણ બ્લાસ્ટમાં ઘાયલ થયાનો દાવો કરતું ટ્વીટ રવિવારે રાત્રે કરાયું હતુંજો કે આખા મામલામાં હજુ
સુધી કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નહોતી કોઈએ આ બ્લાસ્ટનું સમર્થન કરતા વીડિયોઝ પણ શેર કર્યા હતા તો સાથે કેટલાકે દવાખાનામાં
બોઈલર ફાટવાથી આ ધડાકો થયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી