ઉત્તરપ્રદેશના સંભલમાંગયા વર્ષે પોલીસ એક બદમાશનું એન્કાઉન્ટર કરવા ગઈ હતી તેસમયે પિસ્તોલ ન ચાલી તો કોન્સ્ટેબલોએ મોંઢેથી ઢાંય-ઢાંયનો અવાજ કરીને બદમાશોને ડરાવ્યા હતા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી યુપી પોલીસની મજાક હતી હવે ફરી એકવાર ઉત્તરપ્રદેશ પોલીસ તેમના નવા હેન્ડ્સઅપ અભિયાન સાથે જ ચર્ચામાં આવી છે વાહનોના ચેકિંગ સમયે શંકાસ્પદ લાગતા બાઈક સવારોને બદાયૂમાં પોલીસ રોકી 'હેન્ડ્સઅપ! તારા બંને હાથ અદ્ધર કર, સહેજ પણ હલતો નહીં' કહેતી સંભળાય છે સાથે જ વીડિયોમાં સાંભળી શકાય છે કે જો હાથ નીચે કર્યા તો ગોળી મારી દઈશ, પછી કહેતો નહીં કે ગોળી મારી સોશિયલ મીડિયામાં ચેકિંગનો આ વીડિયો પણ વાઈરલ થયો હતો જે જોઈને સ્થાનિકોએ પણ કહ્યું હતું કે એ વિસ્તારમાં પોલીસ આ રીતે જ વાહનોનું ચેકિંગ કરે છે જો સાથે મહિલા હોય તો પણ પોલીસ કોઈ જાતની બાંધછોડ નથી કરતી તો સામે પક્ષે પોલીસે પણ આ મુદ્દે પોતાનો પક્ષ રાખતાં કહ્યું હતું કે, આ વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધી ગયું હોવાથી અમારે આ રીતે બંદૂકની અણીએ ચેકિંગ કરવું પડે છે જો કે મુખ્ય વાત એ છે કે જો ભૂલથી પણ પોલીસ દ્વારા કોઈ નિર્દોષ પર ગોળી છૂટી ગઈ તો તેના માટે જવાબદાર કોણ?