હૈદરાબાદમાં દિશાના આરોપીઓનું એન્કાઉન્ટર થયું છે, બેગ્લુરુ-હૈદરાબાદ હાઇવે પર જ્યાં આ એન્કાઉન્ટર થયું છે ત્યાં હવે મોટી સંખ્યામાં પોલીસ પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે હૈદરાબાદમાં એન્કાઉન્ટરની માહિતી આગની માફક ફેલાઈ ગઈ હતી અને સેંકડોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચવા લાગ્યા હતા સ્થાનિક લોકો સતત હૈદરાબાદ પોલીસના સમર્થનમાં નારા લગાવતા હતા" હૈદરાબાદ પોલીસ ઝીંદાબાદ"ના નારા લગાવવામાં આવતા હતા સાથે પોલીસ ઉપર પુષ્પવર્ષા પણ કરી હતી માત્ર હૈદરાબાદમાં જ નહી દેશભરમાં પોલીસની કામગીરીની લોકોએ પ્રશંસા કરી છે