સુરત:અડાજણ વિસ્તારમાં આવેલી દિવાળી બાગ સોસાયટીની બિલ્ડીંગ નજીક જ ભૂવો પડ્યો હતો બિલ્ડીંગ નજીક ભૂવો પડ્યો તેમાં જમીન પર ઉભેલું ઝાડ પણ ગરક થઈ ગયું હતું ભૂવો પડતાં સ્થાનિકોમાં બિલ્ડીંગ નમી જવાના ડરથી પાલિકાને જાણ કરવમાં આવી હતી પરંતુ સ્થાનિકોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, પાલિકાના એક બીજા ડિપાર્ટમેન્ટ દ્વારા ભૂવાની કામગીરી અંગે અમારી ફરજમાં ન આવતું હોવાનું જણાવવામાં આવ્યું હતું જેથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ હતી