અમરેલી:દામનગરના કાચરડીમાં પડેલા અનરાધાર વરસાદનો વીડિયો સામે આવ્યો છે ગઈકાલે કાચરડીમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો જેને લઈને ગામમાં પાણી ફરી વળ્યું હતું અને લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા લાઠીના ગ્રામ્ય પંથકમાં મેઘ મેહરથી આંબરડી, પીપળવા સહિતના ગામડાઓમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો
ધૂફણીયામાં દીવાલ ધસી પડતાં 4 પશુના મોત
અમરેલીના લાઠીના ધૂફણીયામાં વરસાદના કારણે દીવાલ ધરાશાયી થતાં 4 પશુઓનાં મોત થયા હતા ઢાળીયામાં બાંધવામાં આવેલી 1 ગાય અને 3 વાછરડાના મોત નીપજ્યા હતા સમગ્ર ઘટનાને લઈને ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી
(રિપોર્ટ- જયદેવ વરૂ, અમરેલી)