ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના ફાયર સ્ટેશન પાસે અદ્યતન એર કન્ડિશનર થી સજ્જ મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ તથા લાઇબ્રેરી તેમજ પ્રમુખસ્વામી મહારાજ સાયન્સ સેન્ટર કમ સ્પોર્ટ બિલ્ડીંગ નું નવ નિર્માણ કરાયું હોય તારીખ 30 રવિવાર સવારે 10:00 રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ વિધિ કરવામાં આવનાર છે, આ તકે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, રાજ્ય મંત્રી જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મંત્રી જયંતીભાઈ ઢોલ સહિતના આગેવાનો હાજર રહેનાર છે આ લોકાર્પણ કાર્યક્રમ ને સફળ બનાવવા પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, બાંધકામ કમીટી ચેરમેન ચંદુભાઇ ડાભી, લાઈબ્રેરી કમિટી ચેરમેન અસ્મિતાબેન રાખોલીયા, સ્પોર્ટ્સ કમિટી ચેરમેન ગૌતમભાઈ સિંધવ તેમજ ચીફ ઓફિસર એચ કે પટેલ સહિત સમગ્ર નગરપાલિકાની ટીમ જહેમત ઉઠાવી રહી છે મુખ્યમંત્રીના આગમન પગલે જિલ્લા કલેકટર દ્વારા આજે ઉપરોક્ત સ્થળની મુલાકાત કરાઇ હતી તેમજ પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે