વલસાડઃવલસાડના તિથલ બીચ ખાતે સહેલાણીઓની અવરજવર વધારે થતી હોવાથી અને કોસ્ટલ સુરક્ષાને ધ્યાને રાખીને તિથલ બીચ પાસે એક નવી પોલીસ ચોકી સીટી પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી છે જેનું આજે (શનિવારે) રેન્જ આઇજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વલસાડના તિથલ બીચ ખાતે દુરદુરથી સહેલાણીઓ બીચની મુલાકાત લેવા આવે છે સહેલાણીઓની સુરક્ષા માટે અને વલસાડ સીટી પોલીસ મથકમાં આવતું તિથલ દરિયાની સુરક્ષા માટે તિથલ બીચ ઉપર પોલીસ ચોકી બનાવવામાં આવી છે વન વિભાગની જમીનમાં તિથલ ચોકી બનાવવામાં આવી છે તિથલ બીચ ખાતે ક્રાઇમ ઘટાડવા માટે તિથલ પોલીસ ચોકીની ખાસ જરૂરી હતી તિથલ બીચ ખાતે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું