રાજકોટ:શહેરમાં યાજ્ઞિનક રોડ પરનાં સર્વેશ્વર ચોકમાં આવેલી ક્રિષ્ના પાણીપુરી અને આઈસ્ક્રીમ પાર્લરમાં અચાનક સ્ત્રીઓનું ટોળું ધસી આવ્યું હતું અને દુકાનમાં રહેલા કર્મચારીઓને વાતોમાં વ્યસ્ત રાખી એક મહિલાએ થડામાંથી અંદાજે 20 હજાર જેટલા રૂપિયાની ચોરી કરી હતી જો કે ચોરીની આ ઘટના દુકાનમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી સમગ્ર ઘટનાની જાણ દુકાનના માલિકને મોડી સાંજે ખબર પડી હતી જેથી તેને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી હાલ પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે