વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે બુધવારે રમાયેલી મેચમાં એક એવો નઝારો જોવા મળ્યો, જેને જોઈને બધા જ સ્તબ્ધથઇ ગયા હતામેચ દરમિયાન ન્યૂઝિલેન્ડની ઇંનિંગમાં 34મી ઓવરમાં એક નગ્ન વ્યક્તિ સુરક્ષાઘેરો તોડીને ગ્રાઉન્ડમાં પહોંચી ગયો ગ્રાઉન્ડમાં આવ્યા પછી તે કોઈ પણ ખેલાડીને મળ્યો નહીં, તે ત્યાં ડાન્સ કરવા લાગ્યો એટલું જ નહીં પરંતુ પીચ પર નગ્ન વ્યક્તિ કરતબો બતાવવા લાગ્યો હતો તે વ્યક્તિના મેદાનમાં ઘૂસ્યા પછી ઘણાં સમય સુધી મેચ અટકી રહી ત્યારપછી સુરક્ષાકર્મીઓ જયારે તેને પકડવા માટે ગ્રાઉન્ડ પર આવ્યા, ત્યારે તેને તેમને પણ ખુબ દોડાવ્યા એટલું જ નહીં પરંતુ તેને ખેલાડીઓ પાસે જઈને ઉલ્ટા સીધા ઈશારા પણ કર્યાબેટિંગ કરી રહેલા ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ટોમ લાથમ અને મિચેલ સેન્ટનર અને ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓ તેની આ હરકતને જોતા રહ્યા આખરે ચાર-પાંચ સિક્યોરિટી ગાર્ડ આવ્યા અને તેને કપડાથી ઢાંકીને મેદાનની બહાર લઇ ગયા