સુરત: સુરતની કુખ્યાત ભુરી ડોન શનિવારે દીવનાં નાગવા બીચ પર તેના મિત્ર સાથે ફરી રહી હતી આ દરમિયાન બંને વચ્ચે કોઇ મુદ્દે ઝઘડો થયો હતો જેમાં બંનેને સામાન્ય ઇજા પણ થઇ હતી જેથી દીવ પોલીસે બંનેની ધરપકડ કરી હતી પ્રાપ્ત વિગત અનુસાર ગઇકાલ શનિવારે સાંજે દીવનાં નાગવા બીચ પર સુરતની કુખ્યાત ભુરી ડોન ઉર્ફે અસ્મિતા જીલુભા ગોહિલ અને તેનો મિત્ર પ્રકાશ મનુ બાંભણીયા વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો જેથી પોલીસ ત્યાં દોડી આવી હતી અને બંનેને સમાધાન કરવા સમજાવ્યા હતાં જો કે બંને વચ્ચે ઝઘડો જારી રહેતા પોલીસ તેમને પોલીસ ચોકી લઇ આવી હતી જ્યાં તેમની તપાસ કરતાં ભુરી પાસેથી એક ફુટ લાંબુ ચપ્પુ મળી આવ્યું હતું