ભુજ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS), સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમે ગઈકાલે રાત્રે મધ્યદરિયે જખૌ પાસે ઓપરેશન કર્યું હતું જેમાં માછીમારી બોટમાં ગેરકાયદેસર જળમાર્ગે ગુજરાતમાં રૂ 175 કરોડના નાર્કોટિક્સના જથ્થાને ઘૂસડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો તેમજ માછીમારી બોટમાં સહિત 5 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે પાંચેયની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે