મુંબઇમાં બુધવારે મોડી રાત્રે દોઢ વર્ષનો દિવ્યાંશુ નામનો બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો પોલીસ, ફાયર બ્રિગેડ અને BMCની ટીમ ઘટનાસ્થળે અને આસપાસમાં વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન કરી રહ્યાં છે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, ‘BMCએ ગટર ઢાંકીને ન રાખતાં આ બળક તેમાં પડી ગયું છે’ ગુરુવારે ઘટનાના સીસીટીવી કેમેરાના દ્રશ્યો વાઈરલ થયા હતા ફાયરબ્રિગેડ અને કોર્પોરેશનની ટીમ આંબેડકર નગરની નજીકની મેઈન ગટર અને વરસાદી પાણીની લાઈનમાં બાળકને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી