મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતાં મુંબઈથી 100 કિમી દૂર બદલાપુર-વંગાની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસને રોકી દેવામાં આવી હતી ટ્રેનમાં 700 લોકો મુસાફરી કરી રહ્યા હતા તમામ મુસાફરોને બચાવવામા માટે 8 બોટ સાથે NDRFની ચાર ટીમ, નેવીની 7 ટીમ અને ઈન્ડિયન એર ફોર્સના બે હેલિકોપ્ટર રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા હતા ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તમામ 700 મુસાફરોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા હતા તમામ મુસાફરોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે આ ટ્રેનમાં નવ ગર્ભવતિ મહિલા પણ મુસાફરી કરી રહી હતી ઈમર્જન્સીની સ્થિતિને પહોંચી વળવા ગાયનોકોલોજીસ્ટ સાથે 37 ડોક્ટરોની ટીમ મુસાફરો સાથે છે