રાજસ્થાનના ઉદયપુરમાં બે શાતિર ચોરને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી હતી એક રસ્તા પર બે બાઇકર્સ વારંવાર આંટા મારતા હતા ત્યારે સાઇડમાં ઉભેલી એક મહિલાનું તે વારંવાર નિરિક્ષણ કરી રહ્યા હતા જેના પર એક સિવિલ ડ્રેસ પોલીસને શંકા ગઈ હતી અને તેમણે પોલીસને ફોન કરી દીધો હતો જ્યારે ચેઇન સ્નેચરે ઘટનાને અંજામ આપ્યો એવામાં બે પોલીસકર્મી બાઈક પર આવી ગયા અને તેમણે ચોરના બાઇકને ટક્કર મારી હતી અને બંનેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી