અમદાવાદ:અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 3 લોકોનાં મોત થયા છે જ્યારે આ દુર્ઘટનામાં 31 લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-બાળકોનો સમાવેશ થાય છે ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે ફસાયેલાને બચાવવાની કામગીરી ચાલી રહી છે ઘાયલોને એલજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે શહેરનાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા ઘટના સ્થળે પહોંચ્યા છે