રાજકોટ: શહેરના હરિહર ચોક નજીક આવેલશ્યામપ્રભુ કોમ્પલેક્ષમાં બુધવાર રાત્રે 12: 30 વાગ્યા આસપાસ બીજા માળે આવેલી શેરબજારમાં ટ્રેડિંગ કરતી ખાનગી કંપનીની ઓફિસમાં લાગી આગ હતી ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરની 5 ગાડીઓની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો આગના કારણે ઓફિસમાં રહેલ દસ્તાવેજી કાગળ બળીને ખાખ થઇ ગયા હતા આગના બનાવને પગલે સામાન્ય ઇજાગ્રસ્ત બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે ઓફિસમાં આગ લાગવાનું કારણ અકબંધ છે