અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારના ચાર ડેમોક્રેટ મહિલા સાંસદો પર વંશીય ટિપ્પણી કરી તેમણે કહ્યું કે તેઓ જે દેશથી આવે છે ત્યાંજ પાછા જતા રહેવું જોઇએ ટ્રમ્ટે આ નિવેદનને અમેરિકામાં રહેતા ઘણી જાતિના લોકો અને પ્રવાસીઓ માટે ખતરાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે
ટ્રમ્પે રવિવારે ટ્વીટમાં આ મહિલા સાસંદોને પ્રોગ્રેસિવ ડેમોક્રેટ કોંગ્રેસવુમન્સ કહી આ મહિલા સાંસદોમાં ન્યૂયોર્કની એલેક્ઝાન્ડ્રીયા ઓકાસિયો-કોર્તેજ, મિનેસોટાની ઇલ્હાન ઉમર, મિશિગનની રશીદા તલૈબ અને મેસાચ્યુસેટ્સની અયાના પ્રેસને સામેલ છે આ ચારેય મહિલાઓ પહેલી વાર કોંગ્રેસ(અમેરિકન સંસદ)ની સદસ્ય બની છે