વડોદરા: અમદાવાદના કાંકરીયામાં રાઇડ તૂટી પડવાની ઘટના બાદ વડોદરાના કમાટીબાગ સ્થિત રાઇડ્સનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જોકે, કમાટીબાગમાં ચાલતી રાઇડોમાં કોઇ ખતરો ન હોવાનું ચેકિંગ દરમિયાન બહાર આવ્યું છે
વડોદરા મહાનગરપાલિકાના હિતેષભાઇ સોનીએ જણાવ્યું હતું કે, અમદાવાદ કાંકરીયામાં રાઇડ તૂટી પડવાની બનેલી ઘટનાને પગલે પાર્કસ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર દ્વારા રાઇડ્સ ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી આજે ઓક્ટોપસ સહિતની તમામ રાઇડ્સનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું હાલમાં રાઇડ્સમાં કોઇ ખામી જણાઇ આવી નથી આમ પણ તમામ રાઇડ્સનું રોજેરોજ ચેકિંગ કરવામાં આવતું હતું છતાં હાલ ગૌરીવ્રત ચાલતા હોવાથી કાંકરીયામાં બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાઇડ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું