રાજકોટ:શહેર પોલીસે આજે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે પ્રજાજનોને ટ્રાફિકનાં નિયમો પ્રત્યે સભાન કરવા માટે આજે રાજકોટ પોલીસ 'નો દંડ ડે' અંતર્ગત કોઈ પણ ચાલકને દંડ નહીં કરે આજે પોલીસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને પેન અને ગુલાબ આપી રહી છે યુવાનો અને વૃધ્ધોને અલગ અલગ ભેટ આપીને તેમને ટ્રાફિકનાં નિયમો વિશે પ્રેમથી સમજાવવામાં આવી રહ્યાં છે દેશના અને રાજ્યના અનેક શહેરોમાં પોલીસ આ પ્રકારના પ્રયોગો કરે છે જેના દ્વારા વાહનચાલકોને દંડથી નહીં પરંતુ સમજાવટથી નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવે છે