વડોદરા: વડોદરા શહેરના બાપોદ જકાતનાકા પાસેની આવેલી ધરતી હાઉસિંગ સોસાયટીમાં રવિવારે મોડી રાત્રે બે તસ્કરો ત્રાટક્યા હતા બન્ને તસ્કરો બાઇક ચોરી કરીને ફરાર થઇ ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા
બાપોદ જકાતા પાસેના ધરતી હાઉસિંગ સોસાયટીમાં રવિવારે 3 વાગ્યાના અરસામાં બે યુવાનો બાઇક ચોરીના ઇરાદે ત્રાટક્યા હતા બે યુવાનો પૈકી એક યુવાને બાઇકનું આગલુ ટાયર ઉંચક્યું હતું અને બીજા યુવાને પાછળથી બાઇક ખેંચી હતી બન્ને તસ્કરોએ એક જ સોસાયટીમાંથી બે બાઇકની ચોરી કરી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયાં હતા બાઇકના માલિકે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરીને અરજી આપી હતી પોલીસે બાઇક ચોરી કરનાર તસ્કરોની શોધખોળ હાથ ધરી છે