ભારતમાં આસામના ગોલાઘાટ અને નાગાંવ જિલ્લામાં આવેલું ભારતનું શ્રેષ્ઠ વન્યજીવન અભયારણ્ય પૈકીનું એક કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે વિશ્વના એક શિંગડાવાળા ગેંડાના 2/3 ભાગનું ઘર છે ઘણી દુર્લભ પ્રજાતિઓના સુરક્ષિતકરણને કારણે તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે બ્રહ્મપુત્ર નદીની આસપાસ 858 ચોકીમીમાં ફેલાયેલ આ પાર્ક હાથી, જંગલી પાણીની ભેંસ અને સ્વેમ્પ હરણની મોટી સંખ્યા ધરાવે છે જોકે આસામમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતીથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ચક્રેશ્વર મંદિરમાં આવેલી મૂર્તિ પર બ્રહ્મપુત્રા નદીનાં પાણી ફરી વળ્યાં છે કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરના પાણી ભરાતાં કાઝીરંગા ફોરેસ્ટ ડિવીઝને પ્રાણીઓને રેસ્ક્યૂ કરવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી રેસ્ક્યૂ ટીમે અનેક પ્રાણીના બચ્ચાંઓને જીવના જોખમે બચાવ્યાં હતા