જયાપાર્વતીના વ્રતમાં ખોટા ઉજાગરા કરનારા રોમિયો પાસે ઉઠ-બેસ કરાવી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

DivyaBhaskar 2019-07-19

Views 90

રાજકોટ: જયાપાર્વતીના જાગરણ નિમિત્તે રેસકોર્સ રિંગરોડ પર ગુરુવારે દિવસ ઉગ્યો હોય તેમ મોટી સંખ્યામાં યુવતી, મહિલાઓ તેમના પરિવાર સાથે ફરવા ઊમટી પડ્યા હતા, ત્યારે જાગરણમાં કારણ વગર ઉજાગરા કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી રેસકોર્સ રિંગ રોડ ફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો દરમિયાન ડીસીપી જાડેજા સહિતના કાફલાએ રાતે કોઇ યુવતી, મહિલાઓની છેડતી ન કરે તે માટે બાઇક પર નીકળતા રોમિયોને અટકાવી ઉઠ-બેસ કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસે બ્રેથલાઇઝરથી યુવાનોને ચેક પણ કર્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS