પોતાના બેબાક નિવેદનોથી હંમેશાં વિવાદમાં રહેતી ભોપાલની સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ફરી એક વાર પોતાના નિવેદનથી વિવાદમાં છે અને આ વખતે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પીએમની મહત્વકાંક્ષી સ્વચ્છ ભારત યોજનાને લઈને બેહદ અટપટુ નિવેદન આપ્યું છે મધ્યપ્રદેશના સિંહોર જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે તેઓને નાળા કે શૌચાલયોને સાફ કરવા સાંસદ નથી ચૂંટવામાં આવ્યાં