અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા અંબિકા પંપિગ સ્ટેશનમાં ગટરના ગેસ ગળતરથી ચાર મજૂરોના મોત નીપજયાં મોડી રાતે મજૂરો ગટર સાફ કરતા હતા ત્યારે એક મજૂર અંદર ઉતર્યો હતો જેને ગેસની અસર થતા એક પછી એક ચાર મજૂર બચાવવા જતા ચારેયના મોત નીપજયાં હતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ચારેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા ઓઢવ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી