મહારાષ્ટ્રના ઘણાં શહેરોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે મંગળવારે મોડી રાતે થયેલા વરસાદના કારણે મુંબઈના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે રેલસે સ્ટેશનમાં ટ્રેક પણ ડૂબી ગયા હોવાથી લોકલ ટ્રેન ઉપર પણ અસર થઈ છે બુધવારે સવારે અંધેરી ફ્લાઈઓવર પર વરસાદના કારણે ત્રણ કાર એકબીજાને અથડાઈ ગઈ હતી અને તેમાં 8 લોકો ઘાયલ થયા છે બીજી બાજુ બિહાર-આસામમાં પણ પૂરના કારણે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે બિહારમાં પૂર અને વરસાદના કારણે અત્યાર સુધી 106 અને આસામમાં 68 લોકોના મોત થયા છે બંને રાજ્યોમાં કુલ 109 કરોડ પ્રભાવિત થયા છેમુંબઈમાં ભારે વરસાદ પછી હિંદમાતા, દાદર, અંધેરી, સાયનમાં રોડ ઉપર અને રેલવે ટ્રેક પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે બુધવારે સવારે પાંચ વાગ્યા સુધીમાં કોલાબામાં 171 મિમી વરસાદ થયો છે જ્યારે સાંતાક્રુઝમાં 58 મિમી વરસાદ નોંધવામાં આવ્યો છે