સુરતઃ છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં ભારે પવન સાથે 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે લિંબાયત, પરવત પાટીયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે પરવત પાટીયા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સરસ્વતી હિન્દી વિદ્યાલયને બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે