સુરતઃ અઠવા લાઈન્સ-અડાજણને જોડતા કેબલ બ્રીજ પરથી સાતેક દિવસની બાળકી મળી આવી હતી બાળકીને 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે સૂત્રોના જણાવ્યા અનુસાર સુનામિકા જુનેજા પતિ સાથે અડાજણથી કેબલ બ્રીજ થઈને અઠવા લાઈન્સ તરફ આવતી હતી કેબલ બ્રીજ પર જ કિનારે એક બેગ દેખાઈ તેમાં કાઈ હશે એવું માનીને બેગ જોઈ તો તેમાં નવજાત બાળકી હતી બાળકી સાતેક દિવસની હોઈ શકે છે બાળકી જીવતી હતી તેથી 108ને જાણ કરાઈ હતી 108 બાળકીને નવિ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી ત્યાં બાળકીને એનઆઈસીયુમાં દાખલ કરી છે જ્યાં બાળકી મળી તેનાથી થોડા અંતરે એક મહિલા તેના સાતેક વર્ષના દિકરા પર ગુસ્સે થતી દેખાઈ હતીકદાચ તેની જ આ બાળકી હોઈ શકે છે