સુરતઃ એનઆરસી અને સીએએ કાયદાને લઈને દેશના વિવિધ શહેરોમાં વિરોધ ચાલી રહ્યો છે જેને પગલે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે જેની અસર સુરતમાં જોવા મળી છે એનઆરસી અને સીએએના વિરોધમાં ભાગાતળાવ, ચોકબજાર, ભાગળ વિસ્તારમાં દુકાનો બંધ રાખવામાં આવી છે દરમિયાન લિંબાયતમાં મદિના મસ્જીદ વિસ્તારમાં પથ્થરમારો થતા માહોલ ગરમાયો હતો જેના પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પથ્થરમારામાં એક પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત થયો હતો હાલ પોલીસ દ્વારા પરિસ્થિતી પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે જોકે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઘટનાની જાણ થતા પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા