રાજધાની દિલ્હીમાં ખાડાનું રાજ જોવા મળી રહ્યું છે બુધવારે દિલ્હી નગર નિગમની ઘોર બેદરકારી સામે આવી હતી RK પુરમના સેક્ટર 9માં સડક ધસી પડવાથી તેમાં ટ્રક પડી ગઈ હતી બુધવારે રાત્રે ટ્રક રિવર્સ લેતી વખતે અચાનક જમીન બેસી જતાં ટ્રકનાં પાછળાં વ્હીલ તેમાં ગરકાવ થઈ ગયા હતા સદનસીબે ડ્રાઈવર અને ક્લિનરનો જીવ બચી જવા પામ્યો છે દુર્ઘટના સમયે ટ્રકમાં 30 ટન કપચી ભરી હતી