અમરેલી:અમરેલીના વોર્ડ નં11માં રસ્તા અને પાણીની સમસ્યાને લઇને મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને રસ્તા પર બેસી રોડ ચક્કાજામ કર્યો હતો મહિલાઓએ ચક્કરગઢ રોડ બંધ કર્યો હતો રસ્તા પર મહિલાઓ બેસી જતા વાહન વ્યહાર ઠપ્પ થઇ ગયો હતો વાહનોના થપ્પા લાગતા પોલીસ દોડી આવી હતી અને મહિલાઓને સમજાવવા પ્રયાસ કર્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો