વડોદરાઃ વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને પગલે જનજીવન ખોરવાઇ ગયું છે પૂરને કારણે વડોદરાના મોટાભાગના પેટ્રોપ પંપ બંધ જ હતા જોકે આજે સવારે કેટલાક પેટ્રોપ પંપ ખૂલતા લોકોએ પેટ્રો પુરાવવા માટે ભીડ લગાવી હતી વડોદરા શહેરના પૂરને પગલે પેટ્રોપ પંપના કર્મચારીઓ પહોંચી ન શકતા છેલ્લા બે દિવસથી પેટ્રોલ પંપ બંધ હાલતમાં જ હતા કેટલાક પેટ્રોપ પંપ લાઇટો ગૂલ થઇ ગઇ હતી તો કેટલોક સ્ટાફ પાણીમાં ફસાઇ ગયો હતો જેથી પેટ્રોપ પંપ બંધ રાખવાની ફરજ પડી હતી પરંતુ આજે સવારે પૂરના પાણી ઉતરવાના શરૂ થતાં કેટલાક પેટ્રોલ પંપ ખુલ્યા હતા જેથી લોકોએ પેટ્રોલ-ડીઝલ પૂરાવવા માટે લાંબી-લાંબી લાઇનો લગાવી હતી