મોરક્કોના બેની અમ્માર નામના ગામમાં એક હટકે કહી શકાય તેવી ડોન્કી એટલે કે ગર્દભ બ્યૂટી પૅજન્ટ યોજાઈ હતી આ અનોખી સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવા માટે માલિકો પણ તેમના ડોન્કીને કોઈ સુંદરીના જેમ શણગારીને પહોંચ્યા હતા માથે ફૂલોના શણગાર સાથે 10 જજની પેનલ સામે જઈને કેટવોક કરીને ગર્દભોએ વાહવાહી મેળવી લીધી હતી કુલ 6 સ્પર્ધકો વચ્ચેની આ સ્પર્ધામાં વિજેતા તરીકે ક્લિયોપેટ્રાએ વિજેતા ઘોષિત કરીને તેના માલિકને ઈનામ-અકરામ પણ એનાયત કરાયાં હતાં અબ્દેલ નામના તેના માલિકને આયોજકોએ 2500 દિરહામ એટલે કે 17000 રૂ અને અન્ય સર્ટિફિકેટ પણ આપ્યાં હતાં સુંદરીનો તાજ ક્લિયોપેટ્રાના શિરે જતાં જ અત્યાર સુધીની તે પહેલી માદા બની હતી જે આ સૌદર્ય સ્પર્ધા જીતી હોય જજોની પેનલના કહેવા મુજબ તેને વિજેતા જાહેર કરવાનું કારણ તેની સ્ટ્રેન્થ, દેખાવ અને માલિક પ્રત્યેની વફાદારી હતું
તમને જણાવી દઈએ કે ડોન્કી બ્યૂટી પૅજન્ટની આ બારમી સ્પર્ધા હતી આયોજકોના કહેવા મુજબ તેઓ આ સ્પર્ધા માનવજીવનમાં ગર્દભોએ આપેલા અમૂલ્ય ફાળાને યાદ કરાવીને તેમના પ્રત્યેની નકારાત્મક છબી દૂર કરવા માટે યોજે છેસૌદર્ય પ્રસાધનો બનાવવા માટે વપરાતા તેમના દૂધની માગ પણ હવે વધી રહી છે, જે જોતાં હવે લોકોને વધુમાં વધુ ગર્દભોનો ઉછેર કરવા માટે જાગૃત કરવાનો હતો ગધેડાની ભારે વજન ઉંચકવાની ક્ષમતા અને અંતરિયાળ વિસ્તારોમાં પરિવહન માટે થતા ઉપયોગ છતાં પણ માનવ સમૂદાય તેમને આજે પણ ખરાબ રીતે જ ટ્રીટ કરે છે, જે બંધ થાય અને તેમની કાર્યશૈલીનું સન્માન પણ થાય ગધેડાઓ ઘણું જીવોના નારા સાથે લોકોએ આ સ્પર્ધાનું સમાપન કર્યું હતું