સુરતઃલોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં મતદારોના અનેક રંગ જોવા મળી રહ્યાં છે વેસુ વિસ્તારમાં આવેલા વાત્સલ્ય બંગલોમાં રહેતા લોકોએ મતદાનને રાષ્ટ્રીય તહેવારની જેમ ઉજવ્યો છે સોસાયટીમાં રહેતા લોકોએ રાષ્ટ્રીય તહેવારે પહેરતાં સફેદ કપડામાં સજ્જ થઈને જે એચ અંબાણી સ્કૂલ પહોંચ્યાં હતાં મતદાન મથકે પહોંચતા અગાઉ તમામ યુવક યુવતીઓએ સમૂહમાં પોઝ આપ્યો હતો પિરામિડ બનાવીને રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવી મતદાનની અપીલ કરતાં મત આપવા પહોંચ્યાં હતાં દેશની લોકશાહીને મજબૂત બનાવવાનો સંદેશો આપતાં યુવક યુવતીઓએ જણાવ્યું હતું કે, મતદાન આપણી ફરજ છે અને દેશને મજબૂત બનાવવા આપણો કિંમતી મત ખૂબ જ નિર્ણાયક સાબિત થશે